મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 October, 2020

મહાત્મા ગાંધીજી

 

નામ: મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મ: 2 ઓક્ટોબર 1869
મૃત્યુ: 30 જાન્યુઆરી 1948
જન્મસ્થાળ: પોરબંદર (ગુજરાત)
પિતાનું નામ: કરમચંદ ગાંધી
માતાનું નામ: પૂતળીબાઇ
પત્નિનું નામ: કસ્તુરબા

2 ઓક્ટોબરના દિવસને ગાંધી જયંતિ તરીકે મનાવવામાં

આવે છે.


આ ખાસ દિવસે ભારતના રાષ્ટ્રપિતામહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. આ સાથે જ સમગ્ર દેશમાં

આ દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ

મનાવવામાં આવે છે.


લોકો તેમને પ્યારથી બાપુ કહેતા હતા.


ભારતને સ્વતંત્રતા અપાવનારા ગાંધીજીને

‘ફાધર ઓફ ધ નેશન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 


ગાંધીજી પ્રદર્શન ચાર્ટ


આભારસહ: સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ






































ગાંધીજીના જીવનન સાથે સંકળાયેલ સ્મારકો













૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક.


શામળાદાસ કૉલેજભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા

પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા.


રાજકોટની અને મુંબઈની અસફળ

વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો

માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી.


સંઘર્ષ દરમિયાન રસ્કિન અને

ટોલ્સટોયના સાદગી અને

સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ

આશ્રમ અને ૧૯૧૦ માં ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી.


૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં

‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું.


૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં

‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી.


૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે

એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી.


પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું.


૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો.


૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને

પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી.


‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું.


૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે

સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું.


એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.


૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા

ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો,

પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા.


૧૯૨૪-૨૫ દરમિયાન એમણે

અસ્પૃશ્યતાનિવારણ અને

ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’

ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું

સંપાદન પણ હાથ ધરેલું.


૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું


૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની

પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી.


૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા

ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા.


૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની

હાકલ કરી.


છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ

એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના

ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં.


અંતે મુસ્લિમો તરફથી

એમની સમભાવનીતિથી

છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના

સ્થળ પર એમનીગોળી મારી હત્યા કરી.

ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ

ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને

પણ અનુપ્રાણિત કરેલાં છે.


એમના વ્યક્તિત્વની અને

એમની વિચારધારાની બળવાન અસર હેઠળ

અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે.


ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં

ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં

આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત

સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને

ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.


એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭)

ગુજરાતી સાહિત્યને જ નહીં,

વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી

અને બે ભાગમાં વહેંચાયેલી

આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ,

બચપણ, બાળવિવાહથી આરંભી

નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે.


નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને

નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર

અને આચારને એક કરવાના

મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના

કરવાનું સાહસ આમ તો દુષ્કર છે,

એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી

બાજુઓને રજૂ કરતા

પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા

જોઈ શકાય છે.

અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના

આકર્ષણે સજીવ છે.

ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં

નોખી છે.

 

‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની

સાદીસીધી નોંધ નથી

પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી

અનુભવ થયેલા એનું પાત્રો,

સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર,

સત્યાગ્રહો જડેલો પ્રયોગ,

રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક

બનીને ઊતર્યું છે.

એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું

અહીં તટસ્થ નિરુપણ છે.

 

‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની

કલ્પના રજૂ કરી છે; અને

એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર

કરી દેશને મુક્ત કરી,

સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત

નાયકે દીધેલો ચિતાર છે.

લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે.

પુસ્તક વાચક અને લેખકના

કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.

 

‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર

યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં

એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે

લખાયેલાં આ લખાણોમાં

સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં

કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.

 

‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં

થયું છે. આ ઈતિહાસ કટકે

કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો

પ્રયત્ન છે; સાથે સાથે સત્ય,

પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી,

અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી,

સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો

મૂલ્યાંકનઆલેખ આપવાનો

પણ પ્રયત્ન છે.

 

આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨),

‘યરવડાના અનુભવ’ (૧૯૨૫),

‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦),

‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨),

‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫),

‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭),

‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮),

‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮)

વગેરે એમના અનેક પુસ્તકો છે.

 

એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’

પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો

પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં

બહાર આવી ગયા છે.

આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે.

‘પાયાની કેળવણી’ (૧૯૫૦),

‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે

એમનાં લખાણોનાં અનેક

મરણોત્તર પ્રકાશનો થયાં છે.


ગાંધીજી 21 વર્ષ સુધી દક્ષિણ આફ્રીકામાં રહ્યા, આ દરમિયાન તે 4 વાર
જેલમાં ગયા હતા.
ઉપરાંત તેમણે ફિનિક્સ
અને ટોલ્સટોય આશ્રમ સ્થાપ્યાં.

ગાંધીજી ભારતમાં 7 વાર જેલમાં ગયા હતા.

ગાંધીજી 17 વાર ઉપવાસ પર બેઠા હતા.

ગાંધીજીનું નામ 5 વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું
પણ અત્યાર સુધી તેમને નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો નથી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જૂન,2007ના દિવસે જાહેરાત કરી હતી કે

દર વર્ષે

2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવશે.


ગાંધી શાંતિ પુરસ્કાર

મહાત્મા ગાંધીના નામ પરથી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર

ભારત સરકાર દ્વારા દર વર્ષે

આપવામાં આવે છે. ૧૯૯૫ માં તેમના જન્મની ૧૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે

ગાંધીજી દ્વારા પૂરા

પાડવામાં આવેલા આદર્શોને શ્રદ્ધાંજલિ રૂપે શરૂ કરાઈ હતી.

અહિંસા અને અન્ય

ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને

રાજકીય પરિવર્તન તરફના યોગદાન માટે

વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવેલો આ વાર્ષિક પુરસ્કાર છે.

આ એવોર્ડ રૂ. ૧કરોડ રોકડ, એક તકતી અને પ્રશંસાપત્ર દ્વારા અપાય છે.

તે રાષ્ટ્રીયતા, નસ્લ, લિંગ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો

માટે ખુલ્લું છે.



વધુ જાણકારી માટે નીચે આપેલ ફાઇલ વાંચવી.


ગાંંધીજીના જીવન વિષયક અગત્યના પ્રશ્નો માટે નીચે આપેલ વિડિયો જુઓ.



ગાંધીજી વિશેના મહત્વના પ્રશ્નો

1. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?

જવાબ: 1869 ઓક્ટોબર 2 ના રોજ


2. કાયદાની પ્રેક્ટિસ કરવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા?

જવાબ: 1893 માં


3. ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ ક્યાં કરવામાં આવ્યો હતો?

જવાબ: 1906 માં દક્ષિણ આફ્રિકા, ટ્રાન્સવાલમાં ભારતીયો વિરુદ્ધ જારી કરવામાં આવેલા એશિયાટિક વટહુકમ સામે વિરોધ નોંધાવવા


4. ગાંધીજીની પ્રથમ કેદ ક્યારે થઇ હતી?

જવાબ: 1908 દક્ષિણ આફ્રિકામાં જોહ્ન્સબર્ગમાં


5. કયા રેલ્વે સ્ટેશનમાં ગાંધીજીને અપમાનિત કરવામાં આવ્યા હતા?

જવાબ: દક્ષિણઅફ્રિકામાં પીટર મરીટ્સ બર્ગ રેલવે સ્ટેશન


6. ગાંધીજીએ ટોલ્સટોય ફાર્મ (સાઉથઅફ્રિકા) ક્યારે શરૂ કર્યો?

જવાબ: 1910 માં


7. ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ ક્યા શરૂ કર્યો?

જવાબ: દક્ષિણ આફ્રિકામાં ડરબન


8. દક્ષિણ એફ્રિકામાં ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ સમાચાર પત્રનું નામ શું છે?

જવાબ: ભારતીય અભિપ્રાય (1904)


9. ગાંધીજી ક્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા?

જવાબ: 9 જાન્યુઆરી 1915

જાન્યુઆરી 9 ના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામા આવે છે


10. ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ક્યાં હતો?

જવાબ: 1917 માં ચંપારણમાં ઈન્ડિગોના કર્મચારીઓની જમણી બાજુ હતી


11. ગાંધીજીનો પ્રથમ ઉપવાસ ક્યાં હતો (ગાંધીજીનો ભારતનો બીજો સત્યાગ્રહ)?

જવાબ: અમદાવાદમાં


12. કયા કારણોસર ગાંધીજીએ કૈસર-એ-હિન્દને પોતાનું નામ છોડી દીધું હતું?

જવાબ: જલીયાવાલાબાગ હત્યાકાંડ (1919)


13. યંગ ઇંડિયા અને નજીવન નામના સામાયિકની શરૂઆત કોણે કરી?

જવાબ: મહાત્મા ગાંધી


14. ગાંધીજીની અધ્યક્ષતામાં એકમાત્ર કોંગ્રેસ સત્ર ક્યુ છે?

જવાબ: 1924 માં બેલગામ ખાતે કોંગ્રેસ સત્ર


15. 1932 માં ઓલ ઈન્ડિયા હરિજન સમાજ કોણે શરૂ કર્યુ?

જવાબ: મહાત્મા ગાંધી


16. વર્ધા આશ્રમ ક્યાં છે?

જવાબ: મહારાષ્ટ્રમાં


17. ક્યારે ગાંધીજીએ સાપ્તાહિક હરિજન શરૂ કર્યું?

જવાબ: 1933


18. ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને ___ કહે છે?

જવાબ: પેટ્રિઅટ


19. કોણ ગાંધીજીને "અર્ધ નગ્ન જાતિવાદી ફકીર" કહે છે?

જવાબ: વિન્સ્ટન ચર્ચિલ


20. ટાગોરને 'ગુરુદેવ' નામ કોણે આપ્યું?

જવાબ: મહાત્મા ગાંધી


21. ગાંધીજીને 'મહાત્મા' તરીકે કોણે બોલાવ્યા?

જવાબ: ટાગોર


22. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ છે?

જવાબ: ગોપાલ કૃષ્ણ ગોખલે


23. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે કોને ગણવામાં આવે છે?

જવાબ: લીઓ ટોલ્સટોય, શ્રીમદ રાજચંદ્ર


24. ગાંધીજીની હત્યા ક્યારે થઇ હતી?

જવાબ: 1948 જાન્યુઆરી 30 નથૂરામ વિનાયક ગોડસે


25. ગાંધીજી દ્વારા પોસ્ટ ડેટેડ ચેક તરીકે શું કહેવાયું?

જવાબ: ક્રિપ્સનું મિશન (1942)


26. ક્યારે ગાંધીજીએ 'હિન્દ સ્વરાજ' પ્રસિદ્ધ કર્યું?

જવાબ: વર્ષ 1908 માં


27. બાબા આમટે ને 'અભય સડક' નામ કોણે આપ્યું હતું?

જવાબ: મહાત્મા ગાંધી


28. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષમાં 'ગાંધીવાદી યુગ' તરીકે ગણવામાં આવે છે?

જવાબ: 1915 - 1948


29. ભારતમાં ગાંધીજીનો ત્રીજો સત્યાગ્રહ ક્યાં હતો?

જવાબ: ખેડા સત્યાગ્રહ


30. ગાંધીજીની આત્મકથાનું સાચું નામ શું છે?

જવાબ: સત્ય ના પ્રયોગો


31. ગાંધીજીની આત્મકથામાં જે સમયગાળો છે તે શું છે?

જવાબ: 1869 - 1 9 21


32. ગાંધીજીની આત્મકથા ક્યારે સૌ પ્રથમ પ્રકાશિત થઈ?

જવાબ: 1927 (નવજીવનમાં)


33. કઈ ભાષામાં ગાંધીજીએ પોતાની આત્મચરિત્ર લખી હતી?

જવાબ: ગુજરાતી


34. કોણ ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં અનુવાદ કરી?

જવાબ: મહાદેવ દેસાઈ


35. સત્યાગ્રહ સભાની સ્થાપના કોણે કરી?

જવાબ: મહાત્મા ગાંધી


36. મહાદેવ દેસાઈના અવસાન પછી મહાત્મા ગાંધીના સેક્રેટરી કોણ હતા?

જવાબ: પ્યારેલાલ


37. ગાંધીજીના શિષ્ય મીરા બિહ્નનું સાચું નામ શું છે?

જવાબ: મેડેલિન સ્લેડ


38. ગાંધીજીના દાંડી માર્ચને શ્રી રામની સુપ્રસિદ્ધ યાત્રામાં લંકા સાથે કોણે સરખામણી કરી?

જવાબ: મોતીલાલ નેહરુ


39. કોણ ફ્રંટિયર ગાંધી તરીકે ઓળખાય છે?

જવાબ: ખાન અબ્દુલ ગફાર ખાન


40. બિહાર ગાંધી તરીકે કોણ જાણીતા છે?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ


41. આધુનિક ગાંધી તરીકે કોણ જાણીતા છે?

 જવાબ: બાબા આમટે


42. શ્રીલંકન ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

 જવાબ: એ.ટી. અરીયારટેને


43. કોણ અમેરિકન ગાંધી તરીકે ઓળખાય છે?

જવાબ: માર્ટિન લ્યુથર કિંગ


44. બર્મીઝ ગાંધી તરીકે કોણ જાણીતા છે?

જવાબ: જનરલ આંગ સેન


45. કોણ આફ્રિકન ગાંધી તરીકે ઓળખાય છે?

જવાબ: કેનેથ કૌન્ડા


46. ​​દક્ષિણ આફ્રિકન ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

જવાબ: નેલ્સન મંડેલા


47. કોણ કેન્યા ગાંધી તરીકે ઓળખાય છે?

 જવાબ: જોમો કેન્યાટ્ટા


48. ઇન્ડોનેશિયન ગાંધી કોણ છે?

જવાબ: અહેમદ સુકાર્નો


* 49 "ગાંધીજીના શબ્દો" પુસ્તક કોણે લખ્યું હતું?

જવાબ: મહાત્મા ગાંધી


ગાંધીજી દ્વારા લખાયેલી અન્ય પુસ્તકો -


"ધ એસેન્સિશનલ ગાંધી",

"ધ વિટ એન્ડ વિઝડમ ઓફ ગાંધી",

"ધ પેંગ્વિન ગાંધી રીડર",

 "ગાંધી ઓન ઇસ્લામ",

 ‎"ધ ભગવદ ગીતા ઓન ધી ગાંધી",

 ‎"ધ ગ્રૂફ ઓફ ગાંધી વિમેન",

 ‎"હિન્દુ સ્વરાજ અને અન્ય લખાણો ",

 ‎"‎ ધ વે ટુ ગોડ ",

 ‎" પંસિસ્ટર્સ માટે "


* 50 "અહિંસા પર ગાંધીજી" પુસ્તક કોણે લખેલ છે?

જવાબ: થોમસ મર્ટન


* 51 "મહાત્મા ગાંધીજીનું જીવન" પુસ્તક કોણે લખ્યુ છે?

જવાબ: લુઇસ ફિશર


* 52 "મહાન આત્મા: મહાત્મા ગાંધી અને ભારત સાથેનો સંઘર્ષ" પુસ્તકના લેખક કોણ છે

જવાબ: જોસેફ લેલીવેલ્ડ



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work