વિશ્વ હ્રદય દિવસ [Word Heart Day)
આજે 29 સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં હ્રદય દિવસ તરીકે ઉજવણી થઇ રહી છે
આ દિવસ ઉજવાનો હેતુ:-
રકતવાહિની રોગો પ્રત્યેક જાગૃતિ સમાજમાં વધારવા માટેનો છે જેમાં તેમના નિવારણ માટેનો તેમજ વૈશ્વિક અસરનો સમાવેશ થાય છે
આ દિવસની ઉજવણીની શરૂઆત 24 સપ્ટેમ્બર 2000 ના રોજથી કરાઈ હતી.
વિશ્વ હ્રદય દિવસની ઉજવણીનો સૌપ્રથમ વિચાર WHF (વર્લ્ડ હાર્ટ ફેડરેશન )ના પ્રમુખ 'એન્ટોની બાયસ દી લુનાને 1999માં આવ્યો હતો. અને નક્કી કરવામાં આવ્યું હતુ કે સપ્ટેમ્બર મહિનના છેલ્લા રવિવારે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવી.
વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ મનાવાતો હતો. જે વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.
એમ કહેવાય છે કે રક્તવાહિની રોગો વૈશ્વિક સ્તરે મૃત્યુનું સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે
વિશ્વમાં લગભગ 17 મિલિયન લોકો આના કારણે મૃત્યુ પામ્યા હતાં જે વિશ્વના 31% ટકા જેટલી છે.
તંદુરસ્ત જીવન જીવવા માટે હ્રદયને શું જોઇએ છે તે સમજવામાં માટે અને તે જાણ્યા પછી એના મુજબ વર્તન કરવા માટે સારી ગુણવતાવાળા જીવન માટે અત્યારે અને ભવિષ્યમાં તમારી વર્તણૂક બદલવાની પડે છે
2020 ની થીમ :- Use Heart to Beat CVD’
2019 ની થીમ : My Heart Your Heart
■♤માનવીની હ્રદય રચના ♤■
->માનવીનું હ્રદય છાતીના પોલાણમાં બન્ને ફેફસાંની વચ્ચે સહેજ ડાબી તરફ વક્ષ બાજુએ હોય છે
~>તે લગભગ એક મુઠ્ઠી જેટલા કદનું હોય છે
~>હ્રદય ચતુષ્ખંડી છે તેમાં ઉપરના બે ખંડોને કર્ણક કહે છે ચતુષ્ખંડી હ્રદય ઓકસીજનયુકત રુધીરને કાર્બન ડાયોક્સાઇડયુકત રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે
~>રુધિરનો પ્રવાહ ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય છે
કુલ ચાર ખંડ આવેલા હોય છે, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. જમણું કર્ણક હૃદયની જમણી બાજુમાં ઉપરના ભાગમાં આવેલું હોય છે. જમણાં કર્ણકમાં પાછું ફરેલું ઓક્સિજનવિહીન (ઓછા ઓક્સિજનવાળું) રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિર ફુપ્ફુસ અગ્રધમની મારફતે ફેફસાંમાં જાય છે અને ફેફસામાં ઓક્સિજનવિહીન રૂધિરમાં ઓક્સિજન ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. ડાબું કર્ણક ફેફસાં તેમજ ફુપ્ફુસ અગ્રશીરામાંથી નવું ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે જે મજબૂત ડાબા ક્ષેપકમાં આવે છે અને અહીંથી મહાધમની મારફતે ઓક્સિજનયુક્ત રુધિર શરીરના અન્ય ભાગમાં પહોંચાડવામાં આવે છે.
વિશ્વમાં હૃદયરોગના લીધે દર વર્ષે ૧ કરોડ ૭૩ લાખ લોકોનું મૃત્યુ થાય છે.જે પૈકીના ૮૦ ટકા મૃત્યુ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં થાય છે. ભારતમાં દર સેકેન્ડે ૪ વ્યક્તિનાં મોત હૃદયરોગના લીધે થાય છે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા હેલ્થ સર્વેમાં શહેરમાં નોકરી કરતા ૧૯ ટકા લોકોને હૃદયરોગનું જોખમ હોવાનું જણાવાયું છે.
હૃદયરોગ માટે વારસાગત કારણો,ખોટી જીવનશૈલી, બેઠાડું જીવન, માનસિક તણાવ, હતાશા, ગુસ્સો તમાકુનું વ્યસન, જંકફૂડ અને શારીરિક શ્રમનો અભાવ કારણભૂત છે.
હૃદયરોગનાં કુલ દર્દીઓ પૈકી ૬૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓ હોય છે. પુરુષોમાં હૃદયરોગની શરૃઆત સ્ત્રીઓ કરતાં આશરે દશ વર્ષ વહેલી થાય છે.આક્રમક સ્વભાવના અને વારંવાર ગુસ્સો અને ઝઘડો કરતા લોકોને હૃદયરોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે
વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં દર 3 માંથી એક મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે
અઠવાડિયાંમાં 5 દિવસ 45 મિનિટ એક્સર્સાઈઝ કરો. વોકિંગ કરો છો તો પણ તેની અસર જોવા મળશે. હૃદયની બીમારીઓનું કારણ મેદસ્વિતા પણ છે. જેટલું વજન વધશે તેટલું હૃદય રોગનું જોખમ વધશે. ફિટનેસનું લેવલ ઊંચું લાવવા માટે પ્રયાસ કરો કે સીધા ઊભા રહો ત્યારે નીચે જોવા પર બેલ્ટનું બક્કલ દેખાય. જો 1થી 1.5 કિલોમીટરનાં અંતરે ક્યાંક જવું છે તો ચાલતા જાવ
દરરોજ મિનિમમ 7 કલાકની ઊંઘ લો. વહેલાં સૂઈને વહેલાં જાગવાનું રૂટિન બનાવો. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 6 વાગ્યે જાગવાનો આદર્શ સમય છે. તેનાથી શરીર નાઈટ સાઈકલમાં સારી રીતે કામ કરી શકશે. તણાવથી દૂર રહો. તેની સીધી અસર મસ્તિષ્ક અને હૃદય પર થાય છે.
હૃદય વિષે રોચક તથ્ય
તમારું હદયહદય છેડા ઉપર નથી પણ છાતીની બરોબર વચ્ચેથી સહેજ ડાબી બાજુએ આવેલ છે.
તમારું હદય એક વખત ધબકવાથી ૭૦ મિલી અને ૧ મિનીટ માં ૪.૭ લીટર અને આખા દિવસમાં લગભગ ૧૭૫૦ લીટર અને આખા જીવનમાં લગભગ ૧૬ કરોડ લીટર લોહી પંપ કરે છે. તે એક નળ નું ૪૫ વર્ષ સુધી ખુલો રહેવા બરોબર છે.
તમારું હદય શરીર માંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ (electrical impulse) હોય છે.
ચાર અઠવાડિયાની પ્રેગ્નેસી પછી બાળકનું હદય ધબકવાનું શરુ થઇ જાય છે.
અત્યાર સુધીમાં કોઈ પણ માણસ ની સૌથી ઓછા ૨૬ ધબકારા પ્રતિ મિનીટ અને સૌથી વધુ ધબકારા ૪૮૦ પ્રતિ મિનીટ નોધવામાં આવ્યા છે.
જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા હદયના ધબકારા પણ બદલાય છે.
રોજ તમારું હદય એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને ૩૨ કિલોમીટર સુધી ચલાવીને લઇ જઈ શકાય છે અને આખ જીવન માં ચાંદ ઉપર આવવા જવા બરોબર.
એક તાજું જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે (૭૦ -૧૬૦ bet/minute) ઘડપણમાં હદયના ધબકારા સૌથી ધીમા હોય છે (૩૦ -૪૦ bet/minute)
તમારા હદયનું વજન ૨૫૦ થી ૩૫૦ ગ્રામ છે, તે ૧૨ સે.મી. લાંબુ, ૮ સે.મી. પહોળું અને ૬ સે.મી. ઉચું એટલે તમારા બન્ને હાથની મુઠી ના આકારનું હોય છે.
10. તમારું હદય એક મિનીટમાં ૭૨ વખત અને આખા દિવસમાં લગભગ ૧ લાખ વખત અને આખા જીવનમાં લગભગ ૨.૫ અબજ વખત ધબકે છે.
11. હાર્ટ એટેક આવવાની શક્યતા સૌથી વધુ સોમવાર ની સવારે અને ક્રિસમીસ ના દિવસે જ આવે છે.
12. પુરુષ અને સ્ત્રીઓ બન્નેમાં હાર્ટએટેક ના લક્ષણો જુદા જુદા હોય છે. એક પ્રેમ માં તૂટેલું હદય પણ હાર્ટ એટેક જેવો અહેસાસ કરાવે છે.
13. તમારું હદય શરીરના બધા ૭૫ trillion cells ને લોહી મોકેલે છે માત્ર આંખમાં જોવામાં આવતી ફોનીયા સેલ સિવાય.
14. હદયના ધબકારા થી જે ‘thump-thump’ નો અવાજ આવે છે, આ હદયમાં જોવા મળતી ૪ વાલ્વ ના ખુલવા અને બંધ થવાને લીધે જ બને છે.
15. ૩૦૦૦ વર્ષ જૂના મમ્મી (સંગ્રહ કરેલા મૃત શરીર) માં પણ હદયની બીમારીઓ જોવામાં મળેલ છે.
16. હદયનું કેન્સર ખુબ ઓછું થાય છે કેમ કે હાર્ટ સેલ્સ સમય સાથે ફેલાવાનું બંધ કરી દે છે.
17. સ્ત્રીઓના હદય ના ધબકારા પુરુષોના ધબકારા થી દર મીનીટે ૮ વધુ હોય છે.
18. આપના શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ જે હદય માં જોવા મળે છે, જે મોટાઈ ગાર્ડન માં જોવા મળતી પાઈપ જેવી હોય છે.
19. તમારું જમણું ફેફસું ડાબા ફેફસા કરતા આકારમાં નાનું હોય છે કેમ કે તેને હદય ને જગ્યા આપવી પડે છે.
20. . કોફીન ડ્રગ ના સેવનની ટેવ વાળા માણસનું હદય શરીરમાંથી બહાર કાઢ્યા પછી ૨૫ મિનીટ સુધી ધબકતું રહી શકે છે. electric currnt (ECG)
21. . જો આપણું હદય શરીરની બહાર લોહીને દબાણ કરે તો તે લોહીને ૩૦ ફૂટ ઉપર ઊંચું કરી શકે છે.
22. . Love ને Denot કરવા માટે “Hart Symbol” નો પ્રયોગ ઈ.સ. ૧૨૫૦ થી થઇ રહ્યો છે. પરંતુ કેમ થઇ રહ્યો છે તે કોઈને ખબર નથી.
23. હદય ની બીમારીમાં સૌથી વધુ લોકો ‘તુર્કમેનીસ્તાન’ માં મરે છે, દર વર્ષે ૧ લાખ માં ૭૧૨ લોકો.
24. હદય થી electric currnt (ECG) ને માપવા વાળા મશીનની શોધ ૧૯૦૩ માં ‘Willem Einthoven’ એ કરી હતી
26. ૧૮૯૩ માં પહેલી સફળ હાર્ટ સર્જરી થઇ. ૧૯૫૦ માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો. ૧૯૬૭ માં પહેલી વખત કોઈ માણસનું હદય બીજા માણસમાં નાખવામાં આવ્યું. ( તે માણસ ૧૮ દિવસ સુધી જીવ્યો હતો) અને ૧૯૮૨ માં પહેલું સ્થાઈ કૃત્રિમ હદય નાખવામાં આવ્યું.
28. ઓકટોપસ ને ત્રણ હદય હોય છે.
29. . શરીરના આકાર મુજબ કુતરાનું હદય સૌથી મોટું હોય છે.
31. જાનવરોમાં સૌથી નાનું હદય ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે,મી. હોય છે.
32. ‘ Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતી) નું હદય સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી) ના હદય સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.
33. બ્લુ વ્હેલ માછલી નું હદય એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.
સ્ત્રીના હ્રદયનું વજન 250 ગ્રામ હોય છે જ્યારે પુરુષના હ્રદયનું વજન 300 ગ્રામ હોય છે
હ્રદય પ્રતિરોપણની શોધ બર્નાર્ડ કિશ્ચિયન તબીબી વૈજ્ઞાનિકે કરી હતી
હ્રદય માટે પ્રાણતત્વ એવા ઓક્સિજનની શોધ .જે.બી.પ્રિસ્ટલી એ કરી હતી
સામાન્ય રીતે હ્રદય એક મિનિટમાં 72 વખત ધડકે છે?
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work