મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

14 September, 2020

સર વિશ્વેશ્વરૈયા જીવન પરિચય

 સર વિશ્વેશ્વરૈયા જીવન પરિચય

15 સપ્ટેમ્બર 1860


જન્મ : 15 સપ્ટેમ્બર 1860

જન્મસ્થળ : ચિક્કાબલ્લાપુર, કોલાર (કર્ણાટક)

પિતાનુ નામ: શ્રીનિવાસ શાસ્ત્રી

માતાનું  નામ: વેંકાચમ્મા

સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા જેમને  લોકો સર એમ.વી. કહીને બોલાવે છે.


તેમના પિતા સંસ્કૃતના વિદ્વાન અને આયુર્વેદ ડોક્ટર હતા. તેમના પુર્વજો મધ્યપ્રદેશના 

મોક્ષગુંડમ થી આવીને અહિ કર્ણાટકમા વસ્યા હતા.

વિશ્વેશ્વરૈયાના માનમા તેમના જન્મ દિવસ 15 સપ્ટેમ્બરને ભારત , શ્રીલંકા અને તાંઝાનિયામાં

"એન્જીનિયર દિવસ" તરિકે ઉજવવામા આવે છે.



હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઈજનેરો તરીકે પણ તેમણે સેવા આપી હતી.

લોકોની સેવા માટે બ્રિટિશ સરકારના કિંગ જ્યોર્જ 5. દ્વારા  તેમને "નાઇટ કમાન્ડર ઓફ બ્રિટિશ

ઇન્ડિયન અમ્પાયર (KCIE) થી સન્માનિત કર્યા હતા. 


મૈસુરની કાવેરી નદી પર  કૃષ્ણસાગર બંધનું  નિર્માણ તેમને કર્યુ હતુ. 



 

સર મોક્ષગુંડમ વિશ્વેસરૈયા એક ઉચ્ચ કોટીના સિવિલ ઇજનેર, દક્ષ વહીવટકાર અને રાષ્ટ્રપુરુષ હતા. 

જેમને ભારતરત્ન ખીતાબથી આ દેશનું સૌથી મોટું નાગરીક સન્માન આપવામાં આવ્યું તેવી

વિશિષ્ઠ પ્રતિભાનુ નામ જેની સાથે જોડાયેલું હતુ અને જેમની યાદમાં ૧૫ સપ્ટેમ્બરને (એમનો જન્મ દિવસ)

અત્યંત ગૌરવપૂર્વક આ દેશના ઇજનેરો “એન્જીનિયર્સ ડે” તરીકે ઉજવે છે. તે પોતે એક બહુશ્રુત વિદ્વાન હતા.

ભારતની આ અર્થવ્યવસ્થાનું આયોજન સંબંધી પહેલું પ્રકાશન

“Planned Economy for India and Reconstructing India” એમની દેન છે.

આજે પણ દેશની અર્થ વ્યવસ્થાના આયોજકો આ પ્રકાશનને પાયાનું સંદર્ભ મટીરિયલ ગણીને ચાલે છે.

કૃષ્ણરાજ સાગર ડેમ જેના થકી માંડીયા વિસ્તારની આજુબાજુની હજારો એકર વેરાન જમીનમાં

કૃષિ ઉત્પાદન થવા માંડ્યુ તે એમની દેન છે.

     વિશ્વેસરૈયા સાહેબનું બચપન પણ અભાવમાં વીત્યું અને ટ્યુશન કરીને પોતાનો ખર્ચ કાઢતાં

આગળ ભણીને તેઓ ૧૮૮૪માં પુનાની ખ્યાતનામ કોલેજ ઓફ એન્જીનિયરીંગમાંથી

સિવિલ એન્જીનિયરીંગના સ્નાતક થઈને મુંબઈ રાજ્યના પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટમાં (PWD)

આસીસ્ટન્ટ એન્જીનિયર તરીકે જોડાયા. સિંધુ નદીમાંથી સક્કર મ્યુનિસિપાલિટીને પાણી

આપવાની યોજના તેમના માર્ગદર્શન નીચે અમલમાં મુકાઇ. વિશાખાપટ્ટનમ બંદર દરીયાથી ઘસાતું જતું હતું

તેને પોતાની તીક્ષ્ણ ઈજનેરી બુદ્ધીનો ઉપયોગ કરી તેમણે બચાવી લીધી.

1909માં મૈસુર રાજ્યના ચીફ એન્જીનિયર અને 1912 માં દીવાન પદે તેમની નિમણૂક કરવામાં આવી.

બેંગલોરની ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ (૧1917) જે આગળ જતાં તેમના માનમાં

વિશ્વેસરૈયા કોલેજ ઓફ એન્જીનિયરીંગ તરીકે જાણીતી થઈ તે એમની દેન હતી.

કાવેરી નદી ઉપર માંડીયા જીલ્લામાં કૃષ્ણરાજ સાગર બંધ (1924) તેમના મુખ્ય ઇજનેર તરીકેના

માર્ગદર્શન હેઠળ પૂરો થયો. આ ઉપરાંત મૈસુર રાજ્ય દ્વારા સ્થપાયેલ ધી મૈસુર સોપ ફેક્ટરી,

ધી પેરાસિટોઈડ લેબોરેટરી, ભદ્રાવતી આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ સ્ટીલવર્ક

(જે અત્યારે વિશ્વેસરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ તરીકે જાણીતું છે), શ્રી જયચામરાજેન્દ્ર પોલીટેકનીક,

ધી બેંગલોર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ધી સ્ટેટ બેન્ક ઓફ મૈસુર,

ધી સેન્ચ્યુરી ક્લબ અને મૈસુર ચેમ્બર્સ ઓફ કોમર્સ એમનું પ્રદાન છે.

1881 મા તેમણે બી.એ.ની પરિક્ષામા પ્રથમ નંબરે પાસ કરી ત્યાર પછી મૈસુર સરકારની મદદ્થી

એંજીનિયરનુ ભણવા માટે પુનાની સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 

1883 મા એલ.સી.ઇ અને એફ.સી.ઇ ની પરીક્ષામા પ્રથમ સ્થાન મેળવ્યુ.

તેમની આ યોગ્યાતા જોઇને મહારાષ્ટ્ર સરકારે તેમને નાસિકમા સહાયક એંજીનિયરનુ પદ આપ્યુ.

એવોર્ડ અને સન્માન

વિશ્વેશ્વરૈયાને 1911 માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ઇન્ડિયન એમ્પાયર (CIE) ની નિમણૂક

કરવામાં આવી હતી. 

લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સે તેમને  માનદ સભ્યપદ આપ્યુ.

  બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સયાન્સની ફેલોશિપ આપવમા આવી.

આ ઉપરાંત ભારતની 8 યુનિવર્સિટીઓએ  D.Sc., LL.D., D.Litt.જેવી ડિગ્રીઓ આપી હતી. 

 તેઓ 1923માં Indian Science Congress(ઇંડિયન સાયન્સ કોંગ્રેસ)ના  અધિવેશનના અધ્યક્ષ હતા

ભારતના બે મેટ્રો સ્ટેશનોના નામ તેમના નામ પરથી રાખવામા  આવ્યા છે.

(1) બેંગ્લોરમા આવેલ પર્પલ લાઇનનુ  "સર એમ. વિશ્વેશ્વરૈયા સ્ટેશન, સેંટ્રલ કોલેજ" અને 

(2) દિલ્હિમા આવેલ  પિંક લાઇનનુ "વિશ્વેશ્વરૈયા મોતી બાગ" મેટ્રો સ્ટેશન. 

 કર્ણાટકના અખબાર "પ્રજાવાણી" અનુસાર તેઓ  કર્ણાટકના સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા.

15 સપ્ટેમ્બર 2018 ના રોજ, તેમના  157મા  જન્મદિવસ નિમિત્તે  ગૂગલ દ્વારા  ડૂડલથી સન્માન કરાયું હતું



મૈસુર રાજ્યમા તેમનુ કામ જોઇ મૈસુરના મહારાજાએ તેમને 1912 માં મૈસુરના દિવાન બનાવ્યા

તે 1912- 191919 સુધી દિવાન પદ પર રહ્યા.

1955 માં ભારત સરકારે તેમને "ભારત રત્ન એવોર્ડ થી સન્માન કર્યુ.

તેમની 100 મી જન્મ જયંતિ નિમિતે ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ

બહાર પાડવામા આવી.



101 ની ઉમરે 14 એપ્રિલ 1962માં તેમનુ મૃત્યુ થયુ.  




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work