મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 September, 2020

વિનોબા ભાવે જીવન પરિચય

 વિનોબા ભાવે જીવન પરિચય

("ભૂદાન" ચળવળના પ્રણેતા, સ્વતંત્ર સેનાની, ભારતરત્ન)

11 સપ્ટેમ્બર

ભારતના મહાન વ્યકિતઓમાં આચાર્ય વિનોબા ભાવેનું નામ સૌથી મોખરે છે. 

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે અહિંસક રીતે ખૂબ મોટું યોગદાન આપ્યું. 

તેમણે જીવન૫ર્યત માનવાધિકાર અને અહિંસાના રક્ષણ માટે કામ કર્યું હતું.

 તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે ભૂદાન આંદોલનમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એટલે જ જયારે ભુદાન ચળવળની વાત આવે ત્યારે વિનોભા ભાવે નામ સૌપ્રથમ લેવામાં આવે છે. 

આચાર્ય વિનોબા મહાત્મા ગાંધીના અગ્રણી શિષ્યોમાંના એક હતા, જેમણે હંમેશા મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલતા-ચાલતા પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત કર્યું. 

શુ તમે વિનોબા ભાવે કોણ હતા? 

તેમના જીવન વિશે જાણો છો ? 

નહીને તો ચાલો આજે આ૫ણે આ મહાન વ્યકિત વિનોબા ભાવેનો જીવન ૫રિચય, કાર્યો, ભૂદાન ચળવળ વિગેરે વિશે વિગતે માહિતી મેળવીએ

જન્મ : 11મી સપ્ટેમ્બર, 1895

મૃત્યુ : 15 મી નવેમ્બર, 1982 (વર્ધા)

જન્મ સ્થળ : ગાગોદ, જિલ્લો-રાયગઢ (મહારાષ્ટ્ર)

પિતાનુ નામ: નરહરી

માતાનુ નામ: રુકમણી દેવી

આચાર્ય વિનોબા ભાવેનું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું.

 એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. 

તેમના માતા રુકમણી દેવી ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા તેમણે વિનોબા ભાવેને આધ્યાત્મિકતાની ખૂબ જ ઊંડી સમજ આપી હતી.

 એક વિદ્યાર્થીના રૂપમાં વિનોબા ભાવેને ગણિત ખૂબ પ્રિય વિષય હતો. નાન૫ણમાં જ તેમના દાદા દ્વારા તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ખૂબ જ સારું જ્ઞાન મળ્યું હતુ.

જોકે ભણવામાં રુચિ હોવા છતાં વિનોબાજી પ્રારંભિક શિક્ષણ પદ્ધતિથી ક્યારેય આકર્ષિત ન થયા અને તેમણે સામાજિક જીવન છોડીને હિમાલયની યાત્રા કરી અને સમગ્ર દેશનું ભ્રમણ કર્યું. 

દેશના વિવિધ સ્થળોએ ફરીને તેમણે વિવિધ ભાષાઓ શીખી લીધી. તેમને સંસ્કૃત વિષયનું પણ ખૂબ જ સારું જ્ઞાન હતું.

તેમણે 10 વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. 

જ્યારે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારોહમાં મહાત્મા ગાંધીજીનું ભાષણ સાંભળ્યું ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. તે ગાંધીજીના અનુયાયી બની ગયા. ત્યારબાદ તેમણે ગાંધીજી સાથે અનેક વખત પત્રવ્યવહાર કર્યો.

૧૯૧૬માં જ્યારે તેઓ ઇન્ટર મીડિયાની પરીક્ષા આપવા માટે મુંબઈ ગયા ત્યારે તેમણે સ્કૂલ અને કોલેજના બધા જ સર્ટીફીકેટ બાળી નાખ્યા હતા.

 વિનોબાજીના પત્રોથી ગાંધીજી પણ ખૂબ જ પ્રભાવિત થયા ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી. તેમને અમદાવાદના કોચરબ આશ્રમમાં બોલાવવામાં આવ્યા. આ રીતે વિનોબાજી ૭ જૂન ૧૯૧૬ના રોજ ગાંધીજીને પ્રથમ વાર મળ્યા.

ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં તેમને વિવિધ કામો જેવા કે રસોઈ, બગીચાની રખવાળી વગેરે કામ સોંપ્યા તેમણે ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા ખાદી આંદોલન અને  શિક્ષણમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું આજ સમયે ગાંધીજી દ્વારા ”વિનોબા” નામ આ૫વામાં આવ્યુ હતું. (આ એક મરાઠી મહાકાવ્ય છે જે ખૂબ જ સન્માનનું પ્રતિક ગણાય છે.)

એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. 

એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. 

ઈન્દિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટીને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.


વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં નામની પાછળ ‘બા’ લગાડવાનું જે ચલણ છે, દા.ત. તુકોબા, વિઠોબા અને વિનોબા.


૧૯૧૬માં તેઓએ ગૃહત્યાગ કરીને કાશી ગયા પછી હિમાલયમાં જઇ તપ કરવાનુ નક્કી કર્યુ હતુ, કેટલાક સમય પછી બનારસમા  ગાંધીજીના પ્રવચન થી પ્રભાવિત થઈ અમદાવાદના કોચરબ આશ્રમમાં રહેવા આવી ગયા હતા.

21 વર્ષની ઉંંમરે વિનોબા ગાંધીજી ને સૌપ્રથમવાર અમદાવાદ મળ્યા અને ત્યારબાદ આજીવન ગાંંધીવાદી બની ગયા.

૧૯૨૦માં જ્યારે જમનાલાલ બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી અને 8 એપ્રિલ ૧૯૨૧ ના રોજ વિનોબા ગાંધીજીના નિર્દેશો અનુસાર ગાંધી આશ્રમ નો પ્રારંભ કરવા માટે વર્ધા જતા રહ્યા. વર્ધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવેએ મહારાષ્ટ્રમાં માસિક પત્રિકા શરૂ કરી જેનું નામ મહારાષ્ટ્ર ધર્મ રાખ્યું. આ માસિક પત્રિકા માં ઉપનિષદો પર તેમના નિબંધ સામેલ હતા.

તેમણે અસહયોગ આંદોલન દરમિયાન સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કર્યો. તેમણે માત્ર ખાદી બનાવવા માટે ચરખો ચલાવવાનું જ કામ નહોતુ કર્યુ. પરંતુ બીજા લોકોને પણ આ કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. 1932માં બ્રિટિશ સરકારે વિનોબા ભાવેને છ મહિના માટે ધુલિયા મહારાષ્ટ્ર ની જેલ માં નાખી દીધા ત્યાં તેમણે સાથી કેદીઓને મરાઠીમાં ભગવત ગીતા સમજાવી આ દરમિયાન આપવામાં આવેલા બધા લેખક એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા.



1940 પહેલા ગાંધીજી સાથે વિવિધ અભિયાનો માં સક્રિય યોગદાન આપવા છતાં વિનોબા ભાવેને ખૂબ ઓછા લોકો જાણતા હતા પાંચ ઓક્ટોબર 1940 ના રોજ ગાંધીજીએ તેમણે પહેલા સત્યાગ્રહી તરીકે નિયુક્ત કર્યા અને સમગ્ર ભારતને વિનોબા ભાવે નો પરિચય કરાવ્યો. ૧૯૪૦થી ૧૯૪૫ મધ્ય ના સમયગાળામાં વિનોબા ભાવે નાગપુર જેલમાં ત્રણ વખત ગયા. 1942માં ભારત છોડો આંદોલનમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી જે માટે તેમણે ત્રણ વર્ષ માટે વેલ્લોર અને શિવની જેલમાં સજા કાપવી ૫ડી. તેમણે દક્ષિણ ભારતની ભાષાઓ પણ શીખી લીધી અને લોક નગરી નામના પુસ્તકની રચના કરી

1948 માંં તેમણે "સર્વોદય સમાજ" ની રચના કરી.

સ્વતંત્રતા બાદ જમીનની તીવ્ર અસમાનતાને દુર કરવા અને ભુમિ વિનાનાને જમીન અપાવવા માટે 1951મા  "ભૂદાન યજ્ઞ" ની શરુઆત કરી. જેમા તેમણે 56 વર્ષની વયે 70 હજાર કિલોમીટર પદયાત્રા કરીને ગરીબો માટે જમીન દાનમાં માગી. તે જમીનદારોને જમીન આપવા અપીલ કરતા અને મળેલ જમીન ભુમીહિનોને આપી દેતા. વિનોબાજી એ 13 વર્ષની પદયાત્રા કરી 5 લાખ 75 હજાર જમીનદારોને સમજાવી જમીન દાનમાં મેળવી અને જમીંવિહોણાને આપી.

આ રીતે તેમણે 70 લાખ હેક્ટર જમીન લોકોને અપાવી.

વિનોબા ભાવે દ્વારા રચિત કૃતિઓ

ગીતા પ્રવચનો

કુરાનસાર

શિક્ષણ વિચાર

ભારતીય સંસ્કૃતિ

વિજ્ઞાન અને આધ્યાત્મ

સ્વરાજ્ય શાસ્ત્ર

વિનોબા ભાવેને મળેલ સન્માન

રોમન મેગ્સેસે એવોર્ડ- 1958

ભારત રત્ન એવોર્ડ- 1983

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 1983માં 50 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડવામા આવી હતી.


વિનોબા ભાવે એ ગીતાનુ મરાઠી ભાષામા અનુવાદ કર્યો હતો જેનુ નામ "ગીતાઇ" રાખ્યુ હતુ.

વિનોબા ભાવે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા.

વિનોબા ભાવે એ "જય જગદ" નું સુત્ર આપ્યુ હતુ જે વિશ્વ શંતિનો સંદેશ છે.



વધુ વિગત માટે ક્લિક કરો.



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work