મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

25 August, 2021

રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

 રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

29 ઓગસ્ટ


આજનો આ દિવસ આપણા એ યુવાન ખેલાડીઓને શુભેચ્છા પાઠવવાનો છે, જે નિરંતર દુનિયાના મંચ પર તિરંગાના માનને નવી ઊંચાઈ આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટીક્સ હોય, બોક્સિંગ હોય, કુસ્તી હોય, હોકી, કબડ્ડી, ક્રિકેત કે અન્ય બીજી કોઈ રમત હોય, આપણા ખેલાડીઓ આપણી આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ આપી રહ્યા છે. તેમના જીતેલા મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, સાથે જ આ નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. 

રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના લેજન્ડ મેજર ધ્યાનચંદસિંહની યાદમાં ઉજવવામાં આવે છે


29ઓગસ્ટ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે.

હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી અચંબિત થઇ ગયા હતા. જેને પગલે તેણે નોકરી સહિતની અનેક ઓફરો કરી હતી, પરંતુ ધ્યાનચંદે દેશને વફાદાર રહી હિટલરની ઓફરોને ઠુકરાવી દીધી હતી. 

 ભારત સરકારે સૌપ્રથમ 2012માં આ દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ દિવસ દેશના ઉત્સાહી ખેલચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

ભારતને ગૌરવ અપાવનારા ખેલાડીઓને આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે



વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં  'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનનો ઉદેશ લોકોને સ્વસ્થ રાખવાનો છે.

જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.


હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.


 તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા. 

 તેઓ મેદાનમાં ઉતરતા હતા તો જાણે બૉલ તેની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો. તેમની આગેવાનીમાં ભારત 3 ગોલ્ડ મેડલ જીત્યું છે.

ધ્યાનસિંહ આવી રીતે બન્યા ધ્યાનચંદ

માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં ભરતી થનારા ધ્યાનચંદનું સાચું નામ ધ્યાનસિંહ હતું. તેઓ પોતાની રમતને સુધારવા માટે પ્રેક્ટિસનો સમય કાઢતા રહેતા હતા. ત્યાં સુધી કે તે ચંદ્રના પ્રકાશમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. જે જોઈને તેમા મિત્રોએ તેમના નામની સાથે ચાંદ ઉમેરી દીધું. જે પછીથી ચંદ થઈ ગયું.


તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા

ઓલમ્પિકમાં હોકી 1908થી યોજાય છે પરંતુ તે સમયે હોકીમાં ભારતીય ટીમનું કોઇ અસ્તિત્વ ના હતું. દર ઓલમ્પિક્માં ગ્રેટ બ્રિટનાની ટીમ હોકીમાં ગોલ્ડ મેડલ જીતતી. 1928માં ભારતની હોકી ટીમે પ્રથમવાર એમ્સટર્ડમમાં ભાગ લીધો અને પ્રથમ વારમા જ ધ્યાનચંદના કારણે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, આ મેચમાં સૌથી હાઇએસ્ટ 14 ગોલ ધ્યાનચંદના હતા.  ત્યાર બાદ ભારતે ગોલ્ડ મેડલ જીતવામાં હેટ્રીક લગાવી.

તેમણે સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

વર્ષ 1928:

1928 માં પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) રમવા ગયેલા ધ્યાનચંદે આ સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની હોકીનો એવો જાદુ બતાવ્યો હતો કે, મેદાન પર તેને જોયા બાદ જ વિરોધી ટીમો ડરવા લાગી હતી. 1928 માં નેધરલેન્ડમાં રમાયેલી ઓલિમ્પિકમાં ધ્યાનચંદે 5 મેચમાં 14 ગોલ કર્યા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત બાદ હજારો લોકોએ બોમ્બે હાર્બરમાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વર્ષ 1932:

ધ્યાનચંદને 1928 ના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભારતે લોસ એન્જલસમાં 1932 ઓલિમ્પિકમાં જાપાન સામે 11-1 થી પ્રથમ મેચ જીતી હતી. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે યુએસએને 24-1 થી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદમાં વર્ષ 2003 માં તૂટી ગયો હતો. આ ઓલિમ્પિકમાં ભારત ફરી એકવાર ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા બન્યું.

વર્ષ 1936:

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં અભ્યાસ કરનારા ધ્યાનચંદ માટે આ ઓલિમ્પિક સૌથી યાદગાર બની રહ્યું હતું. ધ્યાનચંદની કેપ્ટનશીપ હેઠળ બર્લિન પહોંચેલી ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી અને વિરોધી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતને જર્મની તરફથી જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરની ટીમનો સામનો કરવાનો હતો.

આ મેચ જોવા માટે ખુદ હિટલર પણ પહોંચી ગયો હતો. પરંતુ હિટલર (Hitler)ની હાજરી અથવા ગેરહાજરી ભારતીય ટીમ અથવા ધ્યાનચંદના પ્રદર્શનને અસર કરતી ન હતી. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં હતી કારણ કે, અગાઉની મેચમાં ભારતીય ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી, તે તણાવ જાતે જ ગયો.

જર્મનીએ મેચના પહેલા હાફમાં ભારતને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ પછી, બીજા હાફમાં, ભારતીય ટીમે એક પછી એક ગોલ કરવાનું શરૂ કર્યું. જર્મનીએ બીજા હાફમાં પણ એક ગોલ (Goal) ફટકાર્યો હતો, જે આ ઓલિમ્પિકમાં ભારત સામે એક માત્ર ગોલ હતો. હિટલર મેચ પૂરી થતા પહેલા સ્ટેડિયમ છોડી ગયો કારણ કે તે પોતાની ટીમને હારતો જોવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ મેચ દરમિયાન હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક પણ તપાસવા માટે કહ્યું હતું.

 મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

વર્ષ 1948:

મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે. અત્યાર સુધીમા હોકીમાં ધ્યાનચંદ જેવો કોઇ ખેલાડી થયો નથી.


  • ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીક ગેમ્સમાં ભારતનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ.
  • બીજા વિશ્વ યુદ્ધ પહેલા, વર્ષ 1928માં ધ્યાનચંદે ભારતનો પહેલો 
  • ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેઓએ ભારત માટે અન્ય બે ગોલ્ડ મેડલ વર્ષ 1932 અને 
  • 1936ની ઓલમ્પીક ગેમ્સમાં જીત્યા હતા.
  • વર્ષ 1936ની બર્લિન ઓલમ્પીક ગેમ્સમાં ધ્યાનચંદે જર્મન
  •  તાનાશાહ એડોલ્ફ હિટલરને સલામી આપવાનો ઇન્કાર કર્યો હતો.
  • હોલેન્ડમાં રમાઈ રહેલી મેચ દરમીયાન તેમની હોકી સ્ટીકમાં 
  • ચુંબક રાખવામાં આવ્યુ છે કે કેમ તે જોવા માટે તેમની 
  • હોકી સ્ટીકને તોડવામાં આવી હતી.
  • વર્ષ 1956માં ધ્યાનચંદને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં 
  • આવ્યા હતા.
  • આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’,
  •  ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં 
  • આવે છે (નોંધ: રાજીવ ગાંંધી ખેલરત્ન એવોર્ડનું નામ 2021થી 
  • "મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.)

  • તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ
  •  કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન
  •  ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની 
  • બાદશાહત દર્શાવે છે. 

  •  ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા

  • હૉકીના જાદૂગર કહેવાયા

    ધ્યાનચંદે ખેલ પર એવી પકડ બનાવી હતી કે એકવાર જો બૉલ તેમની પાસે આવતો હતો

  • તો તે પછી વિરોધીઓ સુધી નહોતા જવા દેતા. 1928ના ઓલંપિકમમાં તેણે કુલ 14 ગોલ

  • કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એક સ્થાનિક પત્રકારે

  • તેમને હૉકીના જાદૂગર તરીકે નવાજ્યા હતા.


1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા.

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. 

 આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરેના રોજ 74 વર્ષની ઉંમરે લીવરના કેન્સરની બીમારીના કારણે અવશાન થયુ હતું.. 

ઝાંસી હિરોઝ ગ્રાઉન્ડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. 

ઝાંસીની સિપરી હિલ પર હોકીની સ્ટીક સાથે ધ્યાનચંદનું સ્મારક બનાવવામાં આવ્યું છે.

તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. 

નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

પોતાની હોકીના 25 વર્ષની કેરિયરમાં ધ્યાનચંદે 1000જેટલા ગોલ કર્યા છે જેમાં 400થી વધુ ગોલ ઓલમ્પિકમાં કરેલ છે.

મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું

- ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા

- બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે



2021માં ટોક્યો ખાતે આયોજિત ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલ મેડલ

ટોક્યો ઓલમ્પિક્માં મેડલ જીતનાર દેશોમા ભારતનો ક્રમ 48મો છે.


ભાલા ફેંકમાં ખેલાડી નીરજ ચોપડા ભારત માટે એથલિટ્સ ઈતિહાસનો પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડનાર છે. આ રમતમાં તેણે 87.58મીટર દૂર ભાલો નાખી ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌથી દૂર ભાલો ફેંકનાર તે વિશ્વનો ચોથા નંંબરનો ખેલાડી બન્યો છે.  પુણેના છાવણી ખાતે આવેલા આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટના એથલેટિક્સનું નામ નીરજ ચોપરા રખાશે.




  • વિવિધ રમતો અને તેના ખેલાડીઓની સંખ્યા


  • નેશનલ સ્પોર્ટ એવોર્ડ દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના
  •  હસ્તે 29 ઓગસ્ટના દિવસે આપવામાં આવે છે.
  •  ખેલ પુરસ્કારોની ઇનામી રકમમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેલ રત્નમાં 
  • હવે 25 લાખ રૂપિયાનું ઇનામ છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે. 
  • અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે. 
  • અગાઉ દ્રોણાચાર્ય (આજીવન) પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા 
  • જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય (નિયમિત) એવોર્ડ મેળવનાર
  •  દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.
  • Common wealth Games - 2022
  • 2022માં બર્મિંગહામ ખાતે આયોજિત કોમન વેલ્થગેમમાં ભારતીય ખેલાડીઓએ 
  • સારુ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરેલ છે. ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ 
  • અને 23 બ્રોંઝ મેડલ જીતી ચોથો ક્રમ મેળવેલ છે.  
  • જુદી જુદી 16 રમતોમાં ભારતના કુલ 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 
  • જેમાં 106 પુરુષ ખેલાડી અને 104 મહિલા ખેલાડીઓ હતા.
  • હોકી ખેલાડી મનપ્રીત સિંહ અને બેડમિન્ટન એથ્લેટ પી.વી. સિંધુએ  ઉદઘાટન સમારોહના દેશના  ધ્વજધારક 
  • બન્યા હતા.






24 August, 2021

મધર ટેરેસા

 મધર ટેરેસા


પુરુ નામ: અગ્નેશ બોંજા બોયાજિજુ (આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહિયુ)
જન્મતારીખ: 26 ઓગસ્ટ 1910
જન્મસ્થળ: સ્કોપજે, નોર્થ મેકેડોનિયા, યુગોસ્લાવિયા
પિતાનું નામ: નિકોલા બોયાજુ
માતાનું નામ: દ્રાના બોયાજુ
અવશાન: 5 સપ્ટેમ્બર 1997 (કલકત્તા)
ઉપનામ: બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા, મધર ટેરેસ, 

 દુનિયાના તમામ લોકો માત્ર પોતાના માટે જ જીવે છે પરંતુ આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે અન્ય લોકો માટે જીવે છે આવા લોકોમાં સૌથી ઉચું સ્થાન મધર ટેરેસાનું છે.

મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતા આલ્બેનિયમ રોમન કેથલિક નન હતા. તેમને ભારતનું નાગરિક્ત્વ 1951માં મેળવ્યુ હતું.

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910ના રોજ સ્કોપજેમાં થયો હતો, સ્કજેપે શહેરે આ સમયથી દુનિયા બદલી નાખી છે. તેમના પિતાનું નામ નિકોલા બોયાજુ હતું. તેના પિતા નિકોલા બોયાજુનો સરળ વ્યવસાય હતો.

મધર ટેરેસાનું મૂળ નામ એગ્નેસ ગોન્ઝા બોયાજીજુ છે. તેના નામનો અર્થ અલ્બેનિયન ભાષામાં ફૂલની કળી થાય છે અને આ કિસ્સામાં તેમણે તેના નામ જેવું જ કામ કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે મધર ટેરેસા એક એવી કળી હતી, જેમણે ખૂબ જ નાની ઉંમરે ગરીબ, લાચાર અને ગરીબના  જીવનમાં પ્રેમની ખુશીઓ ભરી છે.

મધર ટેરેસા પાંચ ભાઈ -બહેનોમાં સૌથી નાની હતી અને તેના જન્મ સમયે તેની મોટી બહેન સાત વર્ષની હતી અને તેનો ભાઈ બે વર્ષનો હતો.

જ્યારે મધર ટેરેસા માત્ર 8 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું. તેની માતા દ્રણા બોયાજુ હતી, જે તેના પિતાના મૃત્યુ પછી તેની પાછળ ચાલતી હતી.

જ્યારે મધર ટેરેસા આશરે 12 વર્ષની હતી, ત્યારે તે "સિસ્ટર ઓફ લોરેટ" માં જોડાઈ, ત્યારબાદ તે આયર્લેન્ડ પણ ગઈ જ્યાં તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ એટલા માટે કર્યો કારણ કે સિસ્ટર ઓફ લોરેટને ભારતમાં આ ભાષા દ્વારા શીખવવાની હતી.

એગ્નેસે  18 વર્ષની ઉંમરે 1928માં દિક્ષા લીધી ખ્રિસ્ત ધર્મ  સ્વીકાર કર્યો. આ પછી તે ડબલિન રહેવા ગયા, ત્યારબાદ તે ક્યારેય તેમના ઘરે પાછા નથી ગયા અને તેની માતા અને બહેનને ફરી ક્યારેય જોયા નથી. સાધ્વી બન્યા પછી, તેણીનો ફરીથી જન્મ થયો અને તેમને સિસ્ટર મેરી ટેરેસા નામ મળ્યું.



આયર્લેન્ડથી મધર ટેરેસા વર્ષ 1929 માં 6 જાન્યુઆરીએ ભારતમા આવ્યા કોલકાતામાં લોરેટો કોન્વેન્ટ નામની શાળામાં પહોંચી હતી. મધર ટેરેસા એક શિસ્તબદ્ધ શિક્ષક સાબિત થયા અને તેમની દયાને કારણે તેઓ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ પ્રિય હતા.

પોતાની સેવાકીય પ્રવૃતિઓની શરુઆત દાર્જીલિંગથી કરી હતી.

આ મહેનતને કારણે વર્ષ 1944 માં મધર ટેરેસા એ જ શાળામાં મુખ્ય શિક્ષિકા બની. વાંચનના કામમાં મધર ટેરેસાનું મન ખૂબ જ સારી રીતે ભળી ગયું હતું, પરંતુ તેની આસપાસ ફેલાયેલી ગરીબી, ગરીબી અને લાચારીએ તેના મનને ઘણી બેચેની આપી હતી. મધર ટેરેસા હેડમિસ્ટ્રેસ બન્યાના એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 1945 માં આવેલા દુષ્કાળને કારણે આખા શહેરમાં મોટી સંખ્યામાં લોકો મરવા લાગ્યા હતા, તે સમયે પણ મધર ટેરેસાએ તેમને મદદ કરી હતી ઘણું.

વર્ષ 1946 માં હિન્દુ-મુસ્લિમ યુદ્ધને કારણે, તેઓએ કોલકાતા શહેરની પરિસ્થિતિને ખૂબ જ ભયાનક અને ડરામણી બનાવી દીધી હતી, આ સમયે પણ મધર ટેરેસાએ તેમને સાથે રહેવાનો સંદેશ આપ્યો હતો.

1952માં કલકત્તા શહેર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જગ્યા પર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણપથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું હતું. ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેનું ઘર- કાલિઘાટ એટલે કે ગરીબો માટેનું નિઃશુલ્ક રુગ્ણાલય શરૂ કર્યું. તેમણે એને કાલિઘાટ પવિત્ર હૃદય(નિર્મળ હૃદય)નું ઘર -એવું નવું નામ આપ્યું હતુ.અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પણ તેમને પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર ગરિમાપૂર્વક મરવાની તક પૂરી પાડવામાં આવતી1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબનાં બેલી તરીકેની તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.


મધર ટેરેસા, અન્ય ત્રણ સિસ્ટરો સાથે, આયર્લેન્ડથી 6 જાન્યુઆરી, 1929 ના રોજ કોલકાતામાં 'લોરેટો કોન્વેન્ટ' પહોંચ્યા. તે ખૂબ જ શિસ્તબદ્ધ શિક્ષિકા હતી, છતા વિદ્યાર્થીઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. 
તેણીને વર્ષ 1944 માં સેન્ટ મેરી સ્કૂલના આચાર્યનું પદ મળ્યું.
 મધર ટેરેસા 1948 માં નર્સિંગ ટ્રેનિંગ કર્યા બાદ કોલકાતા પાછા આવ્યા અને ત્યાંથી પ્રથમ વખત તલતાલા ગયા, જ્યાં તેઓ ગરીબ વૃદ્ધોની સંભાળ રાખતી સંસ્થા સાથે રહ્યા. તેમણે દર્દીઓના ઘા ધોયા, તેમને પાટો બાંધ્યો અને દવાઓ આપી.

મધર ટેરેસાએ લાચાર, ગરીબ અને બીમાર લોકોની મદદ માટે વર્ષ 1949 માં 'મિશનરીઝ ઓફ ચેરિટી'ની સ્થાપના કરી હતી, જેને 7 ઓક્ટોબર 1950 ના રોજ રોમન કેથોલિક ચર્ચ દ્વારા માન્યતા મળી હતી. આ સાથે જ તેણે પરંપરાગત વસ્ત્રો છોડીને વાદળી ધારવાળી સાડી પહેરવાનું નક્કી કર્યું.

મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફુ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય, નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ, એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે, મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને ઓઢી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી


મધર ટેરેસાએ 73 વર્ષની ઉંમરે 1983 માં રોમમાં પોપ જ્હોન પોલ II ની મુલાકાત લીધી હતી, જ્યાં તેણીને પ્રથમ હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, વર્ષ 1989 માં, તેમને બીજો હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું રહ્યું અને 5 સપ્ટેમ્બર 1997 ના રોજ તેમનું અવસાન થયું.

તેમણે ગરીબોની સારવાર અને ગરીબ બાળકોના અભ્યાસ માટે ‘નિર્મલ હ્રદય’ અને ’નિર્મલા શિશુ ભવન’નામના આશ્રમની સ્થાપના કરી

તેમણે નન પારંપરિક વસ્ત્રોથી અલગ વાદળી બોર્ડરવાળી સફેદ રંગની સાડી પહેરીને લોકો સાથે જોડાયા

તેમના જીવનકાળમા તેમણે 123થી વધુ દેશમા 610 મિશનો શરૂ કર્યા હતા. આ મિશનમા આશરે 1 લાખથી વધુ લોકો જોડાયા હતા.  જેમાં એચઆઈવી એઇડ્સ  રકતપિત્ત અને ક્ષયના રોગીઓ માટે રુગ્ણાલય અને ઘર, અસહાયો-ગરીબો માટેનું રસોડું, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અનાથાલયો અને શાળાઓનો સમાવેશ થતો હતો.

મધર ટેરેસાના મૃત્યુ સમયે, મિશનરીઝ ઓફ ચેરિટી પાસે 4000 બહેનો અને 300 અન્ય આનુષંગિકો હતા, જે વિશ્વના 123 દેશોમાં સમાજ સેવા કરી રહ્યા હતા.

 19 ઓક્ટોબર, 2003 ના રોજ, રોમમાં, મધર ટેરેસાને પોપ જ્હોન પોલ II દ્વારા સમાજ સેવા અને ગરીબોની સંભાળ માટે "ધન્ય" જાહેર કરવામાં આવ્યા હતા.


મધર ટેરેસાને વેટિકન સિટીમાં પોપ ફ્રાંસિસે 2016માં સંતની ઉપાધિથી સન્માનિત કર્યા હતાં. દુનિયાભરથી આવેલા લાખો લોકો આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતાં.

મધર ટેરેસાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બની છે જેનું નામ છે- "મધર ટેરેસ: ધ સંત"
પ્રોડ્યુસર પ્રદીપ શર્મા, નિતિન મનમોહન, ગિરિશ જૌહર અને પ્રાચી મનમોહન મળીને બાયોપિકને પ્રોડ્યુસ કરશે.  ફિલ્મને લેખક સીમા ઉપાધ્યાયે લખી છે જેનું ડિરેક્શન પણ તે જ કરશે.

તેમના જીવન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા માલ્કોમ મૃગગ્રેરીજ  કૃત પુસ્તક- સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ , પણ લખાઈ ચૂકયું હતું.

તેમના મૃત્યુ બાદ પોપ જહોન પોલ II એ તેમને બ્લેસિડ ટેરેસા ઓફ કલકત્તા (કલકત્તાની આશીર્વાદિત ટેરેસા)નું બિરુદ આપ્યું હતું




ભારત સરકાર દ્વારા પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વર્ષ 1962 એડીમાં મધર ટેરેસાને આપવામાં આવ્યો હતો અને તે પછી 1880 એડીમાં મધર ટેરેસાને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્ન પણ એનાયત કરવામાં આવ્યો હતો.


યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકાએ પણ તેમને વર્ષ 1950 એડીમાં મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા. મધર ટેરેસાને તેમની માનવ સેવા અને તેમની ઈમાનદારીને કારણે વર્ષ 1779 માં નોબેલ શાંતિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. મધર ટેરેસાએ નોબેલ પારિતોષિકમાંથી મેળવેલા $ 1,92,000 નો ઉપયોગ ગરીબ, ગરીબ, અસહાય લોકો માટે ફંડ તરીકે કર્યો.



મધર ટેરેસાને મળેલ એવોર્ડ

પદ્મશ્રી, ભારત સરકાર (1962)

જવાહરલાલ નહેરુ એવોર્ડ (1972)

નોબેલ પુરસ્કાર (1979)

ભારત રત્ન, ભારત સરકાર (1980)

મેડલ ઓફ ફ્રીડમ, યુએસ ગવર્નમેન્ટ (1985)

બાલ્ઝન પ્રાઈઝ (1978)

 આલ્બર્ટ સ્વાઈત્ઝર ઈન્ટરનેશનલ પ્રાઈઝ (1975)

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ સામ્રાજ્ય, ઇંગ્લેન્ડની રાણી દ્વારા

મંદિરો, ઇંગ્લેન્ડ પ્રિન્સ ફિલિપ દ્વારા

પોપ શાંતિ, પોપ VI દ્વારા

કલકત્તાના બ્લેસિડ ટેરેસા (2003), પોપ જોન પોલ


मदर टेरेसा के अनमोल वचन

  • यदि आप एक सौ लोगों को भोजन नहीं करा सकते हैं, तो सिर्फ एक को ही भोजन करवाए
  • यदि हमारे बीच कोई शांति नहीं है, तो वह इसलिए क्योंकि हम भूल गए हैं कि हम एक दूसरे से संबंधित है
  • प्यार के लिए भूख को मिटाना रोटी के लिए भूख की मिटने से कहीं ज्यादा मुश्किल है
  • यदि आप चाहते है, कि एक प्रेम संदेश सुना जाय तो पहले उसे भेजें । जैसे एक चिराग को जलाए रखने के लिए हमें दिए में तेल डालते रहना पड़ता है
  • अकेलापन सबसे भयानक ग़रीबी है
  • प्यार क़रीबी लोगों की देखभाल लेने के द्वारा शुरू होता है, जो आपके घर पर हैं
  • अकेलापन और अवांछित रहने की भावना सबसे भयानक ग़रीबी है
  • प्यार हरमौसम में होने वाला फल है, और हर व्यक्ति के पहुंच के अन्दर है
  • आज के समाज की सबसे बड़ी बीमारी कुष्ठ रोग या तपेदिक नहीं है, बल्कि अवांछित रहने की भावना है
  • मैं चाहती हूँ, कि आप अपने पड़ोसी के बारे में चिंतित रहें । क्या आप अपने पड़ोसी को जानते हो
‘મનુષ્યજાતને રોટલાની ભૂખ કરતાં પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે.’- મધર ટેરેસા

કવિ નર્મદ

 વીર કવિ નર્મદ

(કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક)

જય જય ગરવી ગુજરાત ગીતના સર્જક




પુરુનામ: નર્મદાશંકર લાલશંકર દવે

જન્મતારીખ: 24 ઓગસ્ટ 1833

જન્મસ્થળ: સુરત, ગુજરાત 

પિતાનું નામ: લાલશંકર દવે

માતાનું નામ; નવદુર્ગા

પત્ની: પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અવશાન: 26 ફેબ્રુઆરી 1886 (મુંબઇ)

ઉપાધિ: વીર કવિ


નર્મદનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે ‍ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.

 તેમનો જન્મ સુરતમાં થયો હતો.

 તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

 કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે



પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.

૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો. અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

  • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

કવિ નર્મદે ગુજરાતી ભાષાનું પ્રથમ શબ્દકોશ પ્રકાશિત કર્યું હતું.

કવિ નર્મદ સાહિત્ય જગતમાં “અર્વાચીનોમાં આદ્ય” કહેવાયા

 કબીરવડનું વર્ણન કરતું એમનું કાવ્ય અદ્‍ભૂત શબ્દચિત્ર છે.




નર્મદનું સાહિત્ય સર્જન

નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.

એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.

એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.

‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.

નર્મકવિતા

નર્મકવિતા: ૧-૩ (૧૮૫૮), નર્મકવિતા: ૪-૮ (૧૮૫૯) ને નર્મકવિતા: ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય નર્મકવિતા - પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત નર્મકવિતા - પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે નર્મકવિતા (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.

નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. ઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર મધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ ચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને બેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.

મારી હકીકત (૧૯૩૩)

મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.

નર્મકોશ (૧૮૭૩)

કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.

નર્મકથાકોશ (૧૮૭૦)

રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે.


'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...'

કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા 'મારી હકીકત'માં કરી છે.



કૃતિઓ

  • નિબંધ – નર્મગદ્ય
  • કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
  • કોશ –  નર્મકથાકોશ
  • વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
  • આત્મકથા –  મારી હકીકત

 આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું.

સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત સંસ્થા દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે.
 ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.
સૌથી પહેલા નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતિન્દ્ર દવેને તમના રંગતરંગ માટે 1940માં આપવામાં આવ્યો હતો.

નર્મદ લાઇબ્રેરી સુરતમાં આવેલ છે.

નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં આવેલ છે.


  કવિ નર્મદના જન્મા દિવસ 24 ઓગ્સ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.