મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 October, 2021

મહર્ષી વાલ્મીકી જયંતિ

 મહર્ષી વાલ્મીકી જયંતિ





દર વર્ષે વિક્રમ સવંત મુજબ આસો સુદ પૂનમના દિવસે મહર્ષી વાલ્મીકી જયંતિ ઉજવવામાં આવે છે.

વાલ્મીકીને સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં પહેલા મહાકાવ્યની રચના કરી હતી. જેને આખી દુનિયા 'રામાયણ'ના નામે ઓળખે છે. વાલ્મીકીને મહર્ષિ વાલ્મીકી પણ કહેવામા આવે છે અને તે આદિ કવિના રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાને કારણે વાલ્મીકી 'આદિ કવિ' કહેવાયા. મહર્ષિ વાલ્મીકીને ભગવાન શ્રી રામના સમકાલીન ગણવામાં આવે છે.

તેમના જન્મનો સાચો સમય કોઈ જાણતુ નથી અને આધુનિક ઈતિહાસકારોની વચ્ચે તે ચર્ચાનો વિષય પણ છે. વાલ્મીકીનો ઉલ્લેખ સતયુગ, ત્રેતા અને દ્વાપર, ત્રણે કાળોમાં મળે છે. જો કે હિંદુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે અશ્વિન પૂર્ણિમાંના દિવસે તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે



 મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો, 

.મહર્ષિ વાલ્મીકી પોતાના જીવનની શરૂઆતમાં એક રત્નાકર નામના લુંટારા હતા. તેઓ સૌ પહેલા લોકોને મારી નાખતા હતા અને ત્યાર બાદ તેમને લુટી લેતા હતા. 

એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

ઋષિ નારદ મુનિએ લુટારા રત્નાકરને ભગવાન રામના મહાન ભક્ત બનવામાં મદદ કરી હતી. 

નારદ મુનિ એ આપેલ સલાહ પ્રમાણે રત્નાકરે રામ નામના મહાન મંત્રનો જાપ કરતા તપસ્યા કરી હતી. 

મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

 તેમના મનમાં ભગવાન રામ પ્રત્યે ભક્તિ જાગી અને તે લુટારુ માંથી મહર્ષિ બની ગયા.

તેઓ તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. 

તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. 

એક વખત તેઓ નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેમની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥

પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેમના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.

સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી.

 તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. 

આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. 

વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છ






No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work